Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : ગોકળલાલની ખડકી વિસ્તારના 150 વર્ષ જુના મકાનની દીવાલ ધરાશાયી થતા દોડધામ

Share

ભરૂચ જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો છે, વરસાદના કારણે ખાસ કરી જર્જરીત મકાનો અને ઇમારતો જોખમ સમાન સ્થિતિમાં મુકાઈ જતા હોય છે, જંબુસરમાં પણ જર્જરીત ઇમારતો જોવા મળતી હોય છે તેવામાં ગોકળલાલની ખડકી વિસ્તારમાં એક જૂની ઇમારતની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે.

અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી, વિસ્તારના રહીશોએ નગરપાલિકા અને મકાન માલિકને જર્જરિત મકાન ઉતારી લેવા અવારનવાર રજૂઆત કરી હતી, જોકે તંત્રની ઢીલાસના કારણે આખરે મોટી હોનારત થતા અટકી હતી.

ઘટનામાં કોઈને નુકસાન કે ઇજા નહિ થતા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો, મહત્વની બાબત છે કે જંબુસર નગરમાં આવેલ જર્જરિત ઇમારતો નગરપાલિકા ક્યારે દૂર કરશે.? એ ચર્ચાએ નગરમાં ભારે જોર પકડયું છે

Advertisement

Share

Related posts

ઝઘડીયા : બાવાગોર દરગાહનો ચસ્માનો મેળો કોરોના મહામારીને લઇને બંધ રહેશે.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઈડીસી ની બ્રિટાનિયા કંપનીમાં થયેલ ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચે ઝડ્પ્યો….

ProudOfGujarat

ડેડીયાપાડા : કેવિકે ઓફિસ અને ફાર્મની સાફ-સફાઈ કરી સ્વચ્છતા અંગે શપથ લેવાઈ : સેનિટાઇઝર કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!