Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ટેગ્રોસ કેમિકલ કંપનીમાં ધડાકો, 10 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા

Share

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. કેમિકલ કંપનીઓમાં એક પછી એક બનતી આ ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષાએ અને સલામતીના પગલાંઓમાં ક્યાંક કચાશ રહતી હોવાનો ઈશારો કરે છે. એક સપ્તહમાં આજે ત્રીજી ઘટનાએ તંત્રને દોડતું કર્યું છે. ગુરુવારે મોડી રાતે અંકલેશ્વર જીઆઇડીસી (Ankleshwar GIDC)માં આવેલી Tagros chemicals India pvt ltd ના પ્લાન્ટમાં ધડાકાની ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. મશનરીમાં ધડાકો એટલો પ્રચંડ હતો કે કંપનીને અડીને રહેતા શ્રમજીવીઓ અને આસપાસની કંપનીઓમાં કંપન અનુભવાયું હતું. આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે જે કંપની નજીક શ્રમજીવીઓ સાથે સૂતુ હતું ત્યારે તેના ઉપર કાટમાળનો ટુકડો પડ્યો હતો.

– એક સપ્તહમાં ત્રીજો બનાવ

Advertisement

એક સપ્તાહનો ઔદ્યોગિક એકમમાં અકસ્માતનો આ ત્રીજી બનાવ છે. જુલાઈ મહિનામાં ત્રીજી તારીખે અંકલેશ્વર જીઆઇડીસી મા જ આવેલી કાકડીયા કેમિકલ કંપની(Kakadia Chemical Company) ના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેના ઉપર ભારે જહેમત બાદ DPMC ના ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો છે. પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી લાગી હતી. ઘટના સમયે પ્લાન્ટમાં એસિડ લીકેજ થતા ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ આંખમાં બળતરાની તકલીફ અનુભવી હતી.

આ ઘટના બાદ 5 જુલાઈએ દહેજ જીઆઇડીસીમાં આવેલી લુના કેમિકલ કંપનીમાં પણ આગની ઘટના સામે આવી હતી. કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી જેને બુઝાવવા કંપનીની ફાયર સેફટી સિસ્ટમ પૂરતી સાબિત ન થતા આસપાસના એકમો અને જીઆઇડીસી નોટીફાઈડ એરિયા ઓથોરીટી સંચાલિત ફાયર બ્રિગેડને મદદ માટે કોલ અપાયો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી પરંતુ પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યું હતું.

ગત મોડી રાતે ઔદ્યોગિક અકસ્માતની ત્રીજી ઘટના અંકલેશ્વરમાં સામે આવી છે જેમાં ટેંગ્રોસ કેમિકલ કંપનીમાં સર્જાયેલા અકસ્માતના પગલે જિલ્લાના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટ નાસભાગ મચાવી હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની કંપનીઓમાં પણ તેનું કંપન અનુભવાયું હતું.

આગની ઘટનાઓ પર્યાવરણ માટે પણ ચિંતાનો વિષય ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણના જતન માટે કડક હાથે કામ લેતું હોય છે પણ અકસ્માત સમયે સળગી ઉઠતા રસાયણોના ધુમાડા સીધા પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય છે. સમયાંતરે બનતી આ ઘટ્નાઓ ઉપર નિયંત્રણ ન આવતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.


Share

Related posts

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમોને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

મગણાદ ગામ પાસે રેનોલ્ડ ક્વિડ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ…

ProudOfGujarat

અંકલેશ્વર ની ગજાનંદ સોસાયટી માં સુનિલ ભાઈ સોની ને ચાર થી પાંચ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા આંતરી રિવોલ્વર તથા ચપ્પુ ની અણીએ લુંટ વાનો પ્રયાસ કરાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!