સરકારના નાણાં વિભાગ, ગાંધીનગર તથા એસ.એલ.બી.સી ગુજરાતના નિર્દેશન અનુસાર નાણાકીય સમાવેશન હેઠળ બેન્કીંગ ક્ષેત્ર પ્રમાણે સરકારની કલ્યાણકારી યોજના લોકો સુધી પહોચે, આ યોજના થકી તેનો લાભ મેળવી દરેક માણસ આર્થિક ઉન્નતિ કરી શકે તેવા ઉદેશ્યથી વાલીયા તાલુકાના રાજપરા ગામ ખાતે G-20 finance Track Citizen Engagement programme નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ગામના છેવાડાના નાગરિકને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી બેન્કીંગને લગતી તમામ યોજનાથી ગ્રામજનો માહિતગાર બને તે હેતુથી લીડ બેન્કના અધિકારીઓ દ્નારા જન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વિવિધ યોજનાઓ થકી જન-સુરક્ષાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ બેન્કીંગ સેવાઓના ભાગરૂપે ડીજીટલ બેન્કિંગ, મહિલા સશક્તિકરણ માટે સખી મંડળને લગતી વિવિધ યોજનાઓ, બેન્કમાં મળતા તમામ પ્રકારના ધીરાણની સુવિધા વિશે સમજાવી યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. તે ઉપરાંત લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાલીયાના રાજપરા ખાતે G-20 finance Track Citizen Engagement programme ના કાર્યક્રમમાં વી. એમ. બોરડીયા, આર.એમ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, જીજ્ઞેશ પરમાર એલ. ડી.એમ. ભરૂચ, નીશીત પરીખ, ડી આર એમ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, પરેશ વસાવા નિયામક આર- સેટી ભરૂચ, ઇશપાલ શાખા પ્રબંધક બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દેહલી શાખા તથા સહકર્મચારી, સરપંચ, સખી મંડળની બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.