Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ શહેર રાજમાર્ગો પર વીર માંધાતા ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી..

Share

વિરમગામ  શહેરમા  માંધાતા યુવા ગૃપ દ્વારા કોળી સમાજ ના ઇષ્ટદેવ ગણાતાં વીર માંધાતા પ્રાગટ્ય દિન નિમિત્તે આજરોજ શહેર મા વસતાં કોળી પટેલ સમાજ ના લોકો દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા મા મોટી સંખ્યામાં સમાજ ના ભાઇઓ બહેનો,વડીલો, નાના બાળકો જોડાયાં હતાં શોભાયાત્રા બપોરે 12 કલાકે શહેરના ગાયાત્રી મંદિર થી પરકોટા, ગોલવાડી દરવાજા સહિત વવિઘ રાજમાર્ગો પર નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન શહેર ના પરકોટા વિસ્તારમાં સરદાર પટેલ ગૃપ વિરમગામ દ્વારા શોભાયાત્રા મા ઉપસ્થિત લોકો માટે પીવાના પાણી ની વ્યવસ્થા પુરી પડાઇ હતી.ઉલ્લેખનીય છે કે શોભાયાત્રા ની સાથે
 
દરવર્ષે આ સમાજ એકત્રિત થઇ શિક્ષિત, સંગઠીત, અને વ્યસનમુક્ત બને તે માટે સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આ શોભાયાત્રા મા સમાજના આગેવાન,સહિત માંધાતા યુવા ગૃપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 
 
:-પીયૂષ ગજ્જર વિરમગામ.

Share

Related posts

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસે કરજણ નજીકથી ૪૮ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

સુરતઃબે બાળકની માતા જયપુરની ડયુઆથ્લોનમાં લેશે ભાગ, રોજ 4 કલાક કરે છે પ્રેક્ટિસ..

ProudOfGujarat

કેરળ : ઓણમ નિમિત્તે દક્ષિણ ભારતમાં ઉત્સવનો માહોલ

ProudOfGujarat
error: Content is protected !!