Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીના વિજલપોર કૃષ્ણનગર વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

Share

નવસારીના વિજલપુરના કૃષ્ણનગરમાં રહેતો અને કોન્ટ્રાક્ટરનું કામ કરતો ધર્મેન્દ્ર સોનકર નામનો યુવાન બપોરે તેના ઘર પાસે બેઠો હતો, ત્યારે તેના જ મહોલ્લામાં રહેતા દિનેશ સોનકર નામના યુવાને અચાનક જ ધર્મેન્દ્ર પાસે આવી અને એક રેમ્બો છરી દ્વારા તેની છાતીના ભાગે બે ઘા મારી દેતા મહેન્દ્રને સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા જ વિજલપુર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને મૃતક યુવાનના કુટુંબીઓ સહિતના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા.

આ બનાવ અંગે વિજલપુર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોધી તત્કાલ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મળતી માહિતી મુજબ મરનાર ધર્મેન્દ્રનો આરોપી દિનેશ સોનકરની બેન સાથે દસ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો બાદમાં બંને અલગ જગ્યાએ લગ્ન કરી લઈ પોતાના પરિવાર સાથે શાંતિથી રહેતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી આરોપી દિનેશની બહેન વિજલપુર ખાતે રહેતી હતી અને તેમના ઘરમાં અવારનવાર બોલાચાલી થતી હતી. જેને લઇને આવેશમાં આવી જઈ અને આરોપી દિનેશે ધર્મેન્દ્રની હત્યા કરી નાંખી હોવાનું માનવામાં આવે છે, આ બનાવ બાદ વિજલપુર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હુમલો કરનાર દિનેશ સોનકરની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

જય દ્વારિકાધીશ’ના નાદ સાથે જગતમંદિર દ્વારકા ગુંજી ઉઠ્યું, રોશનીના શણગારથી સોનાની દ્વારીકા જેવા દ્રશ્યો….

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2016માં નોંધાયેલ ગુનાના આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

રાજપીપલા સ્મશાન ગૃહમાં માછી સમાજ દ્વારા આધુનિક ગેસ સગડીનાં નિર્માણ અર્થે રૂ.1,65,201/- નું માતબર દાન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!