Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા કોર્પોરેશન દ્વારા પનીરનાં 42 નમૂના લઈ લાઈસન્સ વિનાની 4 દુકાનો બંધ કરાવી

Share

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગની કામગીરી હાથ ધરી પનીરનાં 42 નમૂના મેળવી 4 વેપારીઓ પાસે લાઈસન્સ ન હોઇ દુકાનો બંધ કરાવી અન્ય 10 વેપારીઓને સ્વચ્છતાની નોટિસ પાઠવી હતી. જ્યારે મરચા પાવડરના નમુના લઈ રૂ.181 કિલો મરચા પાવડરને જથ્થો પણ સીઝ કર્યો છે.

શહેરમાં વેચાતા પનીર માટે સઘન ઇન્સ્પેક્શન તથા માસ સેમ્પલીંગ અર્થે મ્યુનિસિપલ કમિશ્નરએ સ્પેશીયલ ડ્રાઇવ કરવા સૂચના આપેલ હોય જેનાં આધારે ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરોની જુદી-જુદી ટીમો બનાવી હતી. અને શહેરના માંજલપુર, કારેલીબાગ, ખોડીયારનગર, ન્યુ વી.આઈ.પી. રોડ, હરણી વારસિયા રીંગ રોડ, સહિતના વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટ ડેરી સહિતના સ્થળોએ તપાસ કરી પનીરનાં 42 નમૂના પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી મોકલી આપ્યા હતા. જ્યારે 4 પેઢીઓ પાસે લાઈસન્સ ન હોઇ તેને બંધ કરાવવામાં આવી હતી. તેમજ 10 પેઢીઓ સ્વચ્છતા બાબતની શિડ્યુલ 04 મુજબની નોટિસ આપવામાં આવી છે. સાથે 56 પેઢીઓમાં ફોસ્કોરીસ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાથીખાના માર્કેટયાર્ડના શાંતી ટ્રેડર્સ ખાતેથી મરચા પાવડરનો નમુનો લઈ રૂ.19700/-ની કિંમતનો 98 કિલો 500 ગ્રામ(197 પેકેટ) અને ગુરુકૃપા ટ્રેડર્સ ખાતેથી મરચા પાવડરનો નમુનો લઈ રૂ.16500/- ની કિંમતનો 82 કિલો 500 ગ્રામ જથ્થો સીઝ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ડાકોરમાં ગોમતી તળાવમાં ન્હાવા પડેલા અમદાવાદના યુવકનુ ડુબી જતાં મોત

ProudOfGujarat

નડિયાદમાં રખડતા ઢોરના ત્રાસથી એક સ્કૂટીના ચાલક ધાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

વડોદરામાં એસ.એસ.જી રોડ પર જોખમકારક ટ્રાફિક સિગ્નલનો થાંભલો : અકસ્માત સર્જાવાની ભીતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!