Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ફાયરિંગ, વકીલો વચ્ચેની દલીલ બાદ ગોળીબાર

Share

દિલ્હીની કોર્ટમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. તીસ હજારી કોર્ટમાં વકીલો વચ્ચે પરસ્પર ચર્ચા અને ઝઘડા બાદ ફાયરિંગ થયું છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર તૈનાત છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં, સાકેત કોર્ટમાં કડક સુરક્ષા હોવા છતાં, એક વ્યક્તિએ એક મહિલા પર ગોળીઓ ચલાવી હતી, ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. વકીલોએ જણાવ્યું હતું કે મહિલા એક કેસના સંબંધમાં કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને મહિલાને મુખ્ય દરવાજાના પ્રવેશદ્વાર પાસે ગોળી મારી દેવામાં આવી હતી.

Advertisement

હુમલાખોરની ઓળખ કામેશ્વર પ્રસાદ સિંહ ઉર્ફે બિનોદ સિંહ તરીકે થઈ, જે એક વકીલ છે. આરોપીને એક અલગ કેસમાં કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે હુમલાખોર વકીલે પીડિત મહિલાને 25 લાખ રૂપિયા આપ્યા હતા અને બાદમાં મહિલા પૈસા પરત કરવામાં આનાકાની કરી હતી.


Share

Related posts

માંગરોળ તાલુકાના પાલોદ ગામના ગ્રામજનો એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું

ProudOfGujarat

ભરૂચની મુન્શી મહિલા બી.એડ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરામાં ડ્રગ્સનો કારોબાર કરવામાં ફરાર થયેલો પેડલર ભરૂચથી ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!