અમદાવાદમાં ચોમાસાની શરુઆતમાં જ રોગચાળો વકરી રહ્યો છે. તેમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય કેસો વધુ સામે આવી રહ્યા છે. સાદા મેલેરીયાના સૌથી વધુ કેસો જોવા મળ્યા છે આ ઉપરાંત પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 755 કેસો નોંધાયા છે. આ કેસોમાં વધુ વધારો જોવા મળશે. પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસો વિવિધ વિસ્તારોમાં સતત સામે આવી રહ્યા છે. તેમાં પણ પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય કેસો વધુ નોંધાઈ રહ્યા છે.
મચ્છરજન્ય રોગોમાં વધારો
સાદા મેલેરીયા – 56 કેસો
ડેન્ગ્યુ – 25 કેસો
ચિકનગુનિયા – 2 કેસો
પાણીજન્ય રોગચાળાના પણ કેસો વધુ
ઝાડા-ઉલ્ટીના 755 કેસો
કમળા – 132 કેસો
ટાઈફોઈડ – 297 કેસો
અમદાવાદ મ્યુનિસિપિ કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા બીજીતરફ આ કેસોને કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરાઈ છે પરંતુ તે છતાં આ સિઝનમાં કેસો વધુ સામે આવી શકે છે. હેલ્થ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ કોમર્શિયલ પ્રિમાઈસીસ દ્વારા પ્રિવેન્ટીવ સ્ટેપ લેવામાં આવશે તેટલા આ રોગચાળાના કેસોમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારમાં ફોગિંગ સહીત ચેકીંગની કામગિરી હાથ ધરવામાં આવી છે.