ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાવાના સ્થળો જેવા કે પીપ, બાલદી, જુના ટાયરો અન્ય સ્થળોએ વરસાદી પાણી ભરાવાના લઈને મચ્છરના લારવા ઉત્પન્ન થાય છે અને એમાંથી મચ્છરના ઉપદ્રવ વધી જવા પામે છે જેને લઈને ચોમાસામાં વાહકજન્ય રોગો જેવા કે મલેરીયા,
ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ વધી જાય છે જેને અટકાવવા માટે આરોગ્યની ટીમ દરેક વિસ્તારોમાં જઈ પાણી ભરાયેલા સ્થળોની ચકાસણી કરી એન્ટ્રી લાવલ કામગીરી જેવી કે ટેમિફોસ, બીટીઆઈ છંટકાવ, ઓઈલ બોલ પોરાભક્ષક ગપ્પી ફિશ મુકવાની કામગીરી વેસ્મા આરોગ્ય ખાતાને લગતા સીમલક, ડાભેલ, આસણા, કાલાકાછા ગામમાં કરવામાં આવી હતી તથા લોકોને આરોગ્ય જનજાગૃતિ અભિયાન પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
Advertisement