રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. ચોરી લુંટફાટ મારામારી તો જાણે આમ વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. હવે તો દુષ્કર્મના કેસ પણ જાણે હમ વાત થઈ ગઈ હોય તેમ દિવસેને દિવસે નરાધમો પોતાની હવસ સંતોષવા માસુમમોનો શિકાર બનાવે છે. તેવો જ એક બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં તા. ૨૭ ના ગુમ થયેલ તરુણીની ત્રણ દિવસ બાદ બંધ કારખાનામાંથી અર્થ નિર્વસ્ત્ર લાશ મળી આવી હતી. પોલીસ પણ દિવસ રાતે કરી આરોપીને શોધવામાં લાગી ગઈ હતી. આટલા દિવસની મહા મહેનતે પોલીસે નરાધમને પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર 27 મી જુનના સાંજે તરુણી લાકડા લેવા ઘરેથી નીકળી હતી ત્યારબાદ મોડી રાત થતા ઘરે ન આવતા તરુણીના પરિવાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ તરુણિની શોધખોળમાં લાગી ગઈ હતી ત્રણ દિવસ બાદ બંધ કારખાનામાંથી તરુણીની લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે તરુણી સાથે દુષ્કર્મ થયું હતું. ગુનાની જાણ થતા પોલીસ નરાધમને પકડવા લાગી ગઈ હતી. દિવસ રાતની મહેનત બાદ દુષ્કર્મ આચારનાર ગુનેગાર પોલીસને હાથે લાગ્યો છે દુષ્કર્મ આચારનાર ગુનેગાર તરુણીના પરિવારમાંથી જ હતો. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર તરુણીના કાકાના મિત્રએ જ નિયત બગડતા તરુણી પર દુષ્કર્મ આચર્યું હતું અને બધાને જાણ થઈ જશે તેના ભયથી તરુણી પર આડેધડ હથિયાર વડે ઘા ઝીંકી તરુણીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે મહામહેનત બાદ નરાધમને પકડી આગલની કાર્યવાહી હાથ ધરી છે.