સુરત શહેરમાં એક યુવકનું સિટી બસની અડફેટે આવતા મોત થયું છે. બાઈક લઈને જઈ રહેલા ત્રણ યુવકો પૈકી એકનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો છે. બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકો ટ્રાફીક પોલીસ આગળ ઉભી હતી અને બીઆરટીએસ રુટ પર બાઈક લઈને જઈ રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો.
બીઆરટીએસ રુટમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર આ પ્રકારે બીઆરટીએસ રુટ પર જઈ રહેલા બાઈક પર સવાર ત્રણ યુવકને બસે ટક્કર મારતા તેમાંથી 18 વર્ષીય એક યુવકનું મોત નિપજ્યું હતું. વારંવાર બનતા અકસ્માતો આ પ્રકારે બીઆરટીએસ રુટ પર પણ સુરત તેમજ અમદાવાદમાં સામે આવી રહ્યા છે.
ટ્રાફીક પોલીસથી બચવા બીઆરટીએ રુટ પર બાઈક ચાલકોએ બાઈક ચલાવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. પોલીસને જોઈને ભાગેલા યુવકને સિટી બસે ટક્કર મારી હતી. અકસ્માત બનતાની સાથે જ ત્રણને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે ડ્રાઈવર સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.