સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ટોકરાળા ગામના સર્વિસ રોડ પર પાણી આવી જતા ગઈ કાલે નર્મદા કેનાલ પર સાત વ્યક્તિઓ ફસાયા હતા જેની જાણ સ્થાનિક તંત્રને થતાં સરપંચ, તલાટી સહિત ગ્રામલોકોએ જેસીબી ની મદદથી રેસ્ક્યુ કરીને ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતાં જિલ્લાના લીંબડી અને ચૂડા પંથકમાં ભારે વરસાદના પગલે સર્વત્ર જળબંબાકારની કફોડી સ્થિતિ સર્જાઇ છે ચૂડા પંથકના અનેક વિસ્તારો ગળાડૂબ પાણીમાં ગરકાવ બન્યા છે જ્યારે નદી નાળાઓ છલકાવાની સાથે અનેક રસ્તાઓ પ્રભાવિત બન્યા છે એવામાં લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે લીંબડી તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતા સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા જેથી સરપંચ સહિતના લોકોએ JCBની મદદથી લીધી બન્ને બાજુ એક એક JCB રાખી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફસાયેલા 7 લોકોને JCB ના પાવડામાં બેસાડીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જેથી JCBની મદદથી 7 જિંદગી બચાવવામાં આવી હતી ટોકરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના લોકોએ આ સાત વ્યક્તિઓને જે.સી.બી.લઈને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે લીંબડીની નદીમાં નવા નીર આવતા લીંબડી જગદીશ આશ્રમ રોડ પાસે આવેલી નદીના પટમાં બેઠો કોઝવે રોડ જે લીંબડીથી પાંદરી, કારોલ, રાણપુર બાજુએ જોડતો રોડ છે તેમાં હાલમાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે જેથી લીંબડી કે.ડી સોલંકી મામલતદાર તેમજ લીંબડી પીએસઆઈ જાડેજા અને પોલીસ ટીમ સહિતના અધિકારીઓએ તાકીદે સ્થળ ઉપર મુલાકાત લઈને પરિસ્થિતિ જોઈને હાલ તે બન્ને સાઈડ ઉપર રસ્તો બંધ કરાવ્યો છે.
લીંબડી તાલુકાના ટોકરાળા ગામે નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્કયુ કરાયા
Advertisement