Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે શાળા કક્ષાએ પ્રિફેક્ટોરલ બોર્ડ વિભાગમાં વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઈ.

Share

શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં વર્ષ-૨૦૨૩/૨૦૨૪ ની ચૂંટણી યોજાઈ. જેમાં હેડ બોય, હેડ ગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, સ્પોર્ટ્સ વાઈસ કેપ્ટન ક્લીનીનેસ કેપ્ટન, ક્લીનીનેસ વાઇસ કેપ્ટન, હાઉસ કેપ્ટન અને હાઉસ વાઈસ કેપ્ટનની ચૂંટણી હાથ ધરવામાં આવી. ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓને ચૂંટણી મથકમાં લઈ જઈને ઈલેકશન પદ્ધતિ સમજાવવામાં આવી હતી.

શાળાકીય કક્ષાએ ચૂંટણી યોજવાનો મુખ્ય હેતુ બાળકોમાં અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર અનુસંધાનમાં જ્ઞાનનો વિકાસ થાય તથા ભારતના બંધારણ મુજબ અધિકારો અને ફરજો અનુસાર જવાબદારીઓ સમજતા થાય તથા મતદાન વ્યવસ્થાને સમજે તેવો હતો. સાથે સાથે બાળકો પોતાનાં મનગમતાં કેન્ડિદડેટને ચુંટી શકે તે ઉદ્દેશથી ચૂંટણી યોજવામાં આવી હતી.

ચૂંટણી એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા વિદ્યાર્થીઓ શાળાકીય નિયમ ધોરણોમાં રહી શાળાકીય સંચાલનના તેમના અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. સૌથી વધુ નોંધનીય, શાળાકીય ચૂંટણી એ ઔપચારિક જૂથ નિર્ણય લેવાની પ્રક્રિયા છે. ચૂંટણી ચોક્કસપણે લોકશાહીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. શાળાકીય ચૂંટણી માટે બાળકોએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. નામાંકિત ઉમેદવારે દરેક વર્ગખંડમાં જઈ પોતાનો પ્રચાર-પ્રસાર કર્યો હતો.

Advertisement

 
 
 


Share

Related posts

નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના ૧૨ કેસ એકટીવ

ProudOfGujarat

વડોદરા મનપા દ્વારા રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી.

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં પ્રદુષણ ફેલાવતી કંપનીઓ વિરુદ્ધ ભરૂચ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!