ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે, સતત જિલ્લામાં વિવિધ સ્થળે દરોડા પાડી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે, તેવામાં જિલ્લાના નેત્રંગ તાલુકાની થવા ચેક પોસ્ટ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડી હજારોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે એક સિલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ગાડી નંબર GJ 05 RT 6287 માં બે ઈસમો શરાબનો જથ્થો લઈ મહારાષ્ટ્રથી નેત્રંગ તરફ આવી રહ્યા છે જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા થવા ચેક પોસ્ટ ખાતે આયોજન બંધ રોતે વોચ ગોઠવી બોલેરો ગાડીને રોકી તલાસી લેતા ગાડીના સિટના ભાગે ચોરખાનું બનાવી વિદેશી શરાબનો જથ્થો સંતાડ્યો હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) યક્ષય રણજીતભાઈ પટેલ રહે, કોટલાવગામ, વલસાડ (2) ચેતનકુમાર પ્રવીણભાઈ પટેલ રહે, બોરડી ફળિયા વાપી નાઓને ઝડપી પાડી અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી હજારોની કિંમતનો શરાબનો જથ્થો સહિત કુલ 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
નેત્રંગના થવા ચેકપોસ્ટ પરથી બોલેરો ગાડીમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડયા
Advertisement