Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડિયાપાડાના ત્રણ ગામમાં સસ્તા અનાજની દુકાનેથી સડેલું અનાજ મળતા સાંસદને રજૂઆત

Share

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કણજીવાંદરી, કનબુડી અને ડુમખલ ગામમાં સરકારી અનાજ જે રેશનકાર્ડમાં આપવામાં આવે છે. જે જીવડાવાળું અને સડેલું આપવામાં આવતું હોવાનું ગ્રામજનોએ ભરૂચ સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરી છે. સાંસદ પણ સડેલું અને જીવડાવાળું અનાજ જોઇ રોષે ભરાયા છે. તાત્કાલિક જિલ્લાના નાયબ કલેકટરને ફોન કરી આ બાબતે તાત્કાલિક તપાસ કરવા માટેની સૂચના આપી છે.

દેડિયાપાડા ખાતે લાભાર્થી સંમેલન હતું. જે કાર્યક્રમ પૂર્ણ થતાં કણજીવાંદરી ગામના ૨૦ થી ૨૨ લોકો સાંસદ મનસુખ વસાવાને પોતાની સાથે લઇ આવેલ સસ્તા અનાજ બતાવી ફરિયાદ કરી હતી. લોકોએ ઘઉં બતાવતા જણાવ્યું કે, ઘણા સમયથી આ ગામના સસ્તા અનાજના દુકાનદાર અલતાફ ખત્રી કરીને છે જે આવું સડેલું અનાજ આપે છે. જેને ગ્રામજનો રજુઆત કરવા જાય છે, તો ગમે તેમ બોલે છે અને ગાળો આપે છે. ગ્રામજનોએ અનેક વાર પુરવઠા ખાતામાં પણ ફરિયાદ કરી છે પરંતુ જેનું કોઇ નિરાકરણ ન આવતા આખરે સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરવા આવી પહોંચ્યા હતા.

સાંસદે પણ ગંભીરતા લઇ તાત્કાલિક આ બાબતે તપાસ કરવા જિલ્લા નાયબ કલેકટરને સૂચના આપી હતી. સાંસદે સ્વિકાર કર્યો હતો કે કનબુડી, ડુમખલ અને કણજી વાંદરી ગામે ૩ નબીરાઓ આવા છે. જેમને બંધ કરાવી દેવામાં આવશે. સડેલા અનાજ સાથે ધમકીઓ પણ આપે છે. ગામજનોના કહેવા મુજબ આવું જીવડાંવાળું અને સડેલું અનાજ વારંવાર આપવામાં આવે છે. બીજી બાજુ સરકાર તો સારું અનાજ આપે છે તો આ અનાજ ગામમાં આવતા કેવી રીતે સડી જાય છે એ પણ એક તપાસ કરવા જેવી બાબત છે.

Advertisement

Share

Related posts

સુરતનાં રાંદેર વિસ્તારનાં પાલનપુર પાટિયા નજીક એક પ્લાસ્ટિકની દુકાનમાં આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી.

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ કોલેજના અધ્યાપકો એ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

રાજપીપલા જનરલ હોસ્પિટલને આયુર્વેદિક હોસ્પિટલ વડીયા પેલેસ ખાતે ખસેડાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!