Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં ભારે વરસાદના કારણે તળાવની પ્રોટેક્શન વોલ તેમજ વીજ ટ્રાન્સફોર્મર નમી પડ્યુ

Share

નવસારીમાં ભારે વરસાદના કારણે તળાવની પ્રોટેક્શન વોલ ધરાશયી થઈ હતી, તેમજ પાણીના વહેણના કારણે વિજ ટ્રાન્સફોર્મર નમી પડ્યું હતું, જેને લઈ લોકોમાં ફાફડાટનો માહોલ છવાયો હતો, વહેલી સવારે પડેલ ભારે વરસાદના પાણીના નિકાલના વહેણના કારણે તળાવની પ્રોટેક્શન વોલ ધરાશયી થઈ તેમજ જી.ઇ.બી. નુ વિદ્યુત ટ્રાન્સફોર્મર નમી પડ્યું હોવાનું કહેવાય રહ્યું છે.

જી.ઈ.બી. ટ્રાન્સફોર્મર નમી પડવાના કારણે ગામના જાગૃત નાગરિક દ્વારા વીજ કંપનીને જાણ કરતા વીજ કંપનીના કર્મચારી સ્થળ પર પહોંચ્યા હતા, જે બાદ વીજ પુરવઠો બંધ કરી ક્રેનની મદદથી ટ્રાન્સફોર્મર સીધું કરી વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.

મહત્વની બાબત છે કે વહેલી સવારે બનેલ ઘટનાને પગલે રસ્તા પર અવરજવર ઓછી હોવાનાં કારણે કોઈ પણ જાતની જાનહાની ન સર્જાય હતી, જેને પગલે વહીવટી તંત્રની તત્કાલ કરાયેલ કામગીરીને ગ્રામજનો એ બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

કોરોનાનો આ તો કેવો કાળો કહેર નવજાત શિશુ પણ બન્યા સંક્રમિત…

ProudOfGujarat

દહેજ ખાનગી કંપનીના કર્મચારીનું અંગત અદાવતમાં મોત નીપજાવનાર પરપ્રાંતી શખ્સની અટકાયત કરતી દહેજ પોલીસ

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા ભરૂચ SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!