Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં 8 મનપાની સમીક્ષા બેઠક યોજાઇ

Share

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓમા આરોગ્ય સેવાઓને લગતી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજીને રાજ્યની 8 મહાનગરપાલિકાના કમિશનર સાથે આરોગ્યલક્ષી મહત્ત્વના મુદ્દાઓ પર સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, આ બેઠકમાં આરોગ્યમંત્રીએ મહાનગરપાલિકાઓમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, UPHCમાં જરૂરી માનવ સંસાધનની પૂર્તિ કરવાનો એક્શન પ્લાન સત્વરે તૈયાર કરીને જરુરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વધુમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, રોગચાળા નિયંત્રણ, 108ની સેવાઓ, કુપોષણ, બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો જેવા વિષયો પર પણ વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.

Advertisement

ઉપરાંત, આ બેઠકમાં શહેરી વિસ્તારોમાં વાહક જન્ય રોગોનું પ્રમાણ ઘટાડવા પગલા લેવા, ટેલી કન્સલટેશનો વ્યાપ વધારવા, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગવંતુ બનાવીને ટીબીને જળમૂળમાંથી નાથવાની દિશામાં સધન પ્રયાસો હાથ ધરવા માટે પણ આરોગ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. બેઠકમાં આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, આરોગ્ય કમિશ્નર શાહમિના હુસેન, NHM ના ડાયરેક્ટર રેમ્યા મોહન અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share

Related posts

લોકડાઉનમાં ફરજ બજાવતા આમોદનાં એક પોલીસ કોન્સ્ટેબલની હાલત લથડતાં તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયો.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલના વિભાગે મેડિકલ હિસ્ટ્રીમાં નોંધપાત્ર પ્લાસ્ટિક સર્જરી કરી વધુ એક સફળતામાં છોગું ઉમેર્યું.

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા ૧૫૦૬૫૯ મતથી આગળ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!