આમોદ તાલુકાની રનાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સંકેતભાઈ ભોજકની જીલ્લા ફેરબદલી થતા સમસ્ત રનાડા ગ્રામજનોએ લોકફાળો એકત્ર કરી વિદાય ભવ્ય સમારંભ ગોઠવ્યો હતો. સૌ પ્રથમ સરસ્વતી માતાને દીપ પ્રાગટય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૨ વર્ષથી રનાડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકને ગામલોકો સાથે સ્નેહ સભર સબંધ બંધાયા હતા. તેમજ શિક્ષકે પણ તેમની કર્તવ્ય નિષ્ઠા નિભાવી હોય ગામલોકોમાં શિક્ષક પ્રિય બન્યા હતા. ત્યારે તેમના વિદાય પ્રસંગને યાદગાર બનાવવા ગામલોકોએ લોક ફાળો એકત્રીત કરી તેમનો ભવ્ય વિદાય સમારંભ રાખ્યો હતો. જેમાં સમસ્ત ગામનું તથા આવેલા મહેમાનોનું જમણવાર રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના આગેવાનોએ પણ શિક્ષક સંકેત ભોજકની કર્તવ્ય નિષ્ઠા અને વિધાર્થીઓ પ્રત્યેના સમર્પણ ભાવને યાદ કરી તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.શાળા પરિવારે પણ શિક્ષકને સ્મૃતિભેટ આપી હતી.ગામના ક્રિકેટ રસિક યુવાનોએ પણ શિક્ષકને બેટની ભેટ અર્પણ કરી હતી. શિક્ષક સંકેત ભોજકે પણ શાલ ઓઢાડી ગામલોકો તેમજ સાથી શિક્ષકોનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે ગામના સરપંચ અલ્પેશસિંહ, શાળા કમિટીના સભ્યો,આમોદ તાલુકાના શિક્ષકો પણ ઉપસ્થિત રહયા હતા. શિક્ષકના વિદાય પ્રસંગે ગામ લોકો તેમજ વિદાય થઈ રહેલા શિક્ષક તેમજ વિધાર્થીઓ પણ ભાવુક બન્યા હતાં.
આમોદ તાલુકાના રનાડા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો.
Advertisement