ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં આચાર્ય ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબની પ્રેરણાથી કોલેજયેટ વુમન્સ ડેવલપમેન્ટ સેલ એટલે કે CWDC અંતર્ગત તારીખ ૩૦ જૂન ૨૦૨૩ ના રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન થયું હતું. આ મહેંદી સ્પર્ધામાં કોલેજના ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીની બહેનો સાથે આજના આધુનિક જમાનામાં કાર્યકુશળતામાં માહિર વિદ્યાર્થી ભાઈઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખૂબ જ સ્વચ્છતા પૂર્વક, જીણવટ પૂર્વક અને સુંદરતાથી વિદ્યાર્થીઓએ અરેબિક મહેંદી, બ્રાઈડલ મહેંદી, રાજસ્થાની મહેંદી વગેરે જેવી મહેંદી મૂકીને સ્પર્ધામાં પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. સ્પર્ધાના અંતે CWDC ના કન્વીનર ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ અને સહ કન્વીનર ડોક્ટર કલ્પનાબેન ત્રિવેદીએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી વિજેતાના નામ ઘોષિત કર્યા હતા. જેમાં શ્રેષ્ઠ મહેંદી મુકનાર મલેક સુફિયા (sem-૫), પ્રજાપતિ પ્રેરણા( sem-૩), વાઘેલા હિમાંશી (sem-૩) તેમજ વિદ્યાર્થી ભાઈ પટેલ સંદીપકુમાર (sem-૩) ને વિજેતા જાહેર કર્યા હતા. આચાર્યએ પણ વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું
Advertisement