માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 44 મી વાર્ષિક સાધારણ સભામાં સભાસદોને ₹1,75,000 ના પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.
વેરાકુઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી મંડળીમાં છેલ્લા કેટલાક વર્ષોથી શાસકોના સ્વચ્છ અને પારદર્શક વહીવટથી વાર્ષિક 4 કરોડથી વધુનું ટર્નઓવર થઈ રહ્યું છે મંડળી ઉત્તરોઉત્તર પ્રગતિના પંથે જઈ રહી છે જેનો સીધો લાભ ગામના પશુપાલક સભાસદોને મળી રહ્યો છે. વેરાકુઈ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરાતા સભા સમક્ષ મંત્રી અશ્વિનભાઈ ગામીત દ્વારા મંડળીના વાર્ષિક આવક જાવકના હિસાબોનું વાંચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સભાએ બહાલી આપી હતી. આ સમયે મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામીત તેમજ ઉપપ્રમુખ ઈદ્રીશભાઈ મલેકે મંડળી દ્વારા સભાસદોના હિતમાં કરાતા કામો અંગે માહિતી આપી હતી. સભાના પ્રમુખ સરપંચ કરમાભાઈ ગામિતે જણાવ્યું કે ખૂબ સારી રીતે દૂધ મંડળી ચાલી રહી છે મંડળીના સારા વહીવટનો લાભ દુધ ભરતા પશુ પાલકોને મળી રહ્યો છે. આવનારા દિવસોમાં મંડળી ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ 1,75,000 ના પ્રોત્સાહક ઇનામો સભાસદોને આપવામાં આવ્યા હતા. જેમાં ગાય અને ભેંસનું વધુ દૂધ ભરનારા તેમજ સારી ગુણવત્તાવાળું દૂધ ભરનાર સભાસદોને અલગથી પ્રોત્સાહિત ઇનામો આગેવાનોના હસ્તે અપાયા હતા. સુમુલ ડેરીના પ્રતિનિધિઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ દરેક સભાસદોને વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માંગરોળના વેરાકુઈ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 44 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
Advertisement