પૂર્વ પ્રાથમિક વિભાગમાં યેલો અને બ્લૂ કલર ડે ની ઉજવણી કરવામાં આવી. પૂર્વ પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી સરસ મજાનાં પીળાં અને વાદળી રંગના વસ્ત્રો પહેરીને શાળાએ આવ્યાં હતાં અને યેલો અને બ્લૂ કલર દિવસની ઉજવણી કરી હતી. આજ રોજ શાળામાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો હેતુ રંગ કેવી રીતે આપણી દુનિયાને વધુ સારી જગ્યા બનાવે છે અને તેના મહત્વ વિશે વિદ્યાર્થીઓને વાકેફ કરવા, જ્ઞાનાત્મક કૌશલ્યોને મજબૂત કરીને ત્યાં રંગોના આધારે વસ્તુઓને વર્ગીકૃત કરવાની સમાજ કેળવે છે. આ ઉદ્દેશથી આજ રોજ પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ દિવસ દરમિયાન ઉત્સાહી અને વિધેયાત્મક રીતે પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને રંગો દ્વારા વર્ગીકરણ કરવામાં શિક્ષકોએ બાળકોને મદદ કરી.
આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેમાં રંગ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રંગ વિચારને પ્રભાવિત કરી શકે છે, ક્રિયાઓ બદલી શકે છે અને પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. તે તમારી આંખોને ઠંડક આપે છે અથવા શાંત કરી શકે છે, તમારું બ્લડ પ્રેશર ઘટાડી શકે છે અથવા તમારી ભૂખને દબાવી શકે છે. જ્યારે યોગ્ય રીતે ઉપયોગ થાય છે, ત્યારે રંગ ઊર્જાના વપરાશમાં પણ બચત કરી શકે છે.
માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં YELLOW AND BLUE COLOUR DAY ની ઉજવણી કરાઇ
Advertisement