નર્મદા જિલ્લામાં જિલ્લા તિલકવાડા તાલુકામાં સૌથી વધારે 5 ઇંચ ભારે વરસાદ નોંધાતા તિલકવાડા તાલુકો પાણી પાણી થઈ ગયો હતો. જ્યારે નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકામાં 4-4 વરસાદ નોંધાતા આ ત્રણે તાલુકા જળબમ્બાકાર થઈ ગયા હતા. જયારે ડેડીયાપાડા તાલુકાઅને સાગબારા તાલુકામાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે
વરસાદના સત્તાવાર આંકડાકીય માહિતી જોતા નર્મદા જિલ્લા સૌથી વધુ વરસાદ તિલકવાડા તાલુકામાં 131 મિલીમીટર, નાંદોદ તાલુકામાં 96 મિલી,
ડેડીયાપાડા તાલુકામાં 59 મિલી,સાગબારા તાલુકામાં 45,અને ગરુડેશ્વર તાલુકામાં 96 મિલી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 427 મિલી એટલે કે 85મિલી સરેરાશ 3.5 ઇંચ વરસાદનો નોંધાયો છે.
નર્મદા જિલ્લાનો અત્યાર સુધીનો કુલ વરસાદ જોતા સૌથી વધારે વરસાદ તિલકવાડા તાલુકામાં 168 મિલિમીટર અને સૌથી ઓછો વરસાદ સાગબારા તાલુકામાં 73 મિલી થયો છે. એ ઉપરાંત નાંદોદ તાલુકામાં 125, ડેડીયાપાડા તાલુકામાં 138 અને ગરુડેશ્વર તાલુકામાં 124 મિલી વરસાદ નોંધાયો છે.
નર્મદાના ડેમોની સપાટી જોતા સર્વત્ર સારો વરસાદ થતાં તમામ ડેમોમાં પાણીની આવક વધવા પામી હતી જેને કારણે તમામ ડેમોની સપાટીમાં વધારો નોંધાયો છે. જેમાં નર્મદા ડેમની સપાટી 120.54 મીટર નોંધાઈ હતી. જ્યારે કરજણ ડેમની સપાટી 102.31 મીટર નોંધાઈ છે.જ્યારે સાગબારા તાલુકાના નાના કાકડી આંબા ડેમની સપાટી 178.95 લિટર તેમજ ચોપડવાવ ડેમની સપાટી 181.4 મીટર નોંધાઈ છે, જ્યારે નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ 14.15 મીટરમાં નોંધાયું છે.