Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં સારંગપૂરની મંગલ દીપ સોસાયટીમાં ગોળી મારી પાડોશીની હત્યા કરનાર આરોપીની પોલીસે હથિયાર સાથે અટકાયત કરી.

Share

ગત તારીખ ૧૩ મી જાન્યુઆરીના રોજ સારંગપુર ગામમાં બનેલ ઘટનામાં ઘર પાસે લઘુશંકા કરવા બાબતે બે શખ્સો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપી મુકેશ મંડલ એ કિશોર ચિતરંજન મંડલ ઉમર વર્ષ ૪૦ નાઓની ગોળી મારી હત્યા કરી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સારંગપુર ગામમાં આવેલ મંગલ દીપ સોસાયટીનાં ઈસમ સાથે મકાન આગળ ખુલ્લા માં લઘુશંકા કરવાના મુદ્દે ઝગડો ચાલી રહ્યો હતો જેમાં તારીખ ૧૩મી જાન્યુઆરીની રાત્રીએ ઉશ્કેરાયેલ અને પાડોશમાં રહેતા મુકેશ મંડલ તમંચો લઇ આવી 3 રાઉન્ડ ફાયરિંગ કરતા 3 ગોળી  કિશોર ચિતરંજન મંડલનીને છાતીમાં વાગતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ભરૂચ ક્રાઈમ બ્રાંચની મદદથી આરોપી મુકેશ મંડલની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ અને ૪ કારતુસ કબજે કર્યા છે. હથિયાર કોની પાસેથી લાવ્યો હતો એ સહિતની વિગતો મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

યોગી પટેલ


Share

Related posts

જિજ્ઞેશ કવિરાજની ઉત્તર ગુજરાતની આ બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ઈચ્છા.

ProudOfGujarat

ભરૂચ : રાજ્ય સરકાર શાળા, કોલેજોમાં 50% ફી માફી કરાવે તેવી માંગ સાથે હાથમાં લોલીપોપ લઇ કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

વડોદરા : SBI નાં બે એ.ટી.એમ. માં ભીષણ આગ લાગવાથી લાખો રૂપિયા બળીને ખાખ.

ProudOfGujarat
error: Content is protected !!