રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે સુરત જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા.
રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવામાં આવશે તેમજ ગીર સોમનાથ અને દિવમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ભારે વરસાદની ચેતવણીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને અનરાધાર વરસાદને પગલે ઘ 2 તેમજ પથિકાશ્રમ પાસે પાણી ભરાય ગયા હતા. આ સાથે ગઈકાલે અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો જેમા વસ્ત્રાપુર,એસ.જી.હાઇવે અને ગોતામાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં હવમાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે અને નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.