નડિયાદ નગરપાલિકાના સભા ખંડમાં બુધવારે બપોરે ૧૨ કલાકે નગરપાલિકાની સામાન્યસભા પ્રમુખ રંજનબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં નગરના વિકાસના ૧૯ કામો સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યા હતા. જયારે આ સભામાં વિપક્ષ કાઉન્સીલર દેવેન્દ્રભાઇ પટેલ, ગોકુલ શાહ અને માજીદખાન પઠાણ સહિત કાઉન્સીલરોએ નગરજનો પાસેથી ભાવ વધારાના નામે વધુ ફી લેવાનું બંધ કરો, લઘુમતિ વિસ્તારમાં વિકાસથી વંચિતના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રમુખે આ સભામાં કશીભાઇ પાર્ક પાસે આવેલ દુકાનોની હરાજી કરેલ હતી. જેની કિ.રૂ.૮૫ લાખ આવેલ હતી. જેથી આ હરાજીને રદ કરીને આ ખુલ્લી જગ્યાના સરકારની જંત્રી મુજબ રૂ. ૧. ૯૦ કરોડ થાય છે. જેથી પાલિકાને આર્થિક નુકશાન ન થાય તે માટે આ ખુલ્લી જગ્યાની હરાજી કરવામાં આવશે. તેમજ વલ્લભનગર દુકાનોની હરાજી રદ કરીને ખુલ્લી જગ્યાની હરાજી કરવામાં આવશે. તે અંગેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ સભામાં ચીફઓફિસર, ઉપપ્રમુખ સહિત કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં વિપક્ષ કાઉન્સીલરોએ નગરપાલિકાના સત્તાધિશોની બેદરકારીના કારણે નગરમાં ભરતાં વરસાદી પાણીને લઇને નગરજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.
નડિયાદ નગરપાલિકાની સામાન્યસભા બે મિનિટમાં પૂર્ણ, ૧૯ વિકાસના કામો મંજૂર
Advertisement