Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં ધોરણ 10 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે સંત સંવાદનો કાર્યક્રમ યોજાયો.

Share

બાળકોના વર્તમાન અને ભવિષ્યનાં પડકારો અને તેનો સામનો કરવાની સજાગતા વિશે કાર્યક્રમમાં જાણવામાં આવ્યું. આ કાર્યક્રમ આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાધુ શ્રીજીનંદનદાસ પરમ પૂજ્ય જયરામ ભગત સ્વામીજી ઉપસ્થિત રહ્યાં હતા.

ધોરણ 10 થી 12 નાં વિદ્યાર્થીઓ A.V. રૂમમાં હજાર રહ્યાં હતાં. બાળકોના ભવિષ્યના પડકારો અને વર્તમાન પરિસ્થિતિ ઉપર ભાર મૂકીને ચર્ચા કરી હતી. તેઓએ વિદ્યાર્થીઓમાં એકાગ્રતા લાવવા બાબત જણાવ્યું હતું કે મોબાઈલનો બની શકે કેટલો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. તેઓએ મોબાઇલને લઈને ઉદાહરણ દ્વારા પણ સમજાવ્યું હતું. તેમને દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં બીજા ક્રમ પર આવનાર વ્યક્તિનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે તે આજ સુધી મોબાઈલનો ઉપયોગ કરતાં નથી, બીજું ધોરણ 10 માં ટોપર થયેલ મંગેશકુમાર વિદ્યાર્થી 12 માં નાપાસ થયા છે તેને કારણ પૂછવામાં આવ્યું તો જણાવ્યુ કે મને મોબાઈલ ફોન વાપરવાની આદત પડી ગઈ હતી. તેને એ પણ જણાવ્યું કે સતત ત્રણ કલાક મોબાઈલ ફોન વાપરવાથી નાનું મગજ કામ કરવાનું બંધ કરી દે છે અને તેની અસર ભણતર પર પડે છે. મંગેશે મહારાષ્ટ્ર બોર્ડનો 33 વર્ષનો રેકૉર્ડ તોડ્યો હતો. બાળકોને જણાવ્યું હતું કે ટ્યુશન ક્લાસીસ કરવાથી આપણું ભણતર ગુણવત્તા સભર નહિ બને તેનાં મારે મોબાઈલ અવરોધ રૂપ છે. તેમને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે બાળકના ચાર સ્ટેજ હોય છે તેમાં યોગ્ય રીતે ભણતર કરવું તો આગળ જતાં કોઈ અવરોધ નહીં આવે. તેમને ભાવનગરના બિપીન ભાઈનું પણ ઉદાહરણ આપ્યું કે તેઓ દર વર્ષે ડેલ્ટા કંપનીનાં 400થી વધુ પાયલોટને ટ્રેનિંગ આપે છે તેઓએ ક્યારેય અધ્યયન સમયમાં મોબાઈલ વાપર્યો નથી.

 તેઓએ જણાવ્યું કે ભાગ્યશાળી છે વિદ્યાર્થી જે આ સ્કૂલમાં ભણે છે અને શિક્ષણ મેળવે છે. માનનીય અતિથિગણે આચાર્ય વિશે તે પણ જણાવ્યું કે અમે સોળ વર્ષથી વૈભવ અગ્રવાલના સંપર્કમાં છીએ અને સાથે કામ કરેલ છે. ભાગ્યશાળી છે આ શાળા અને શાળાના વિદ્યાર્થીઓ કે તેમને આવા આચાર્ય મળ્યા છે.
 

Advertisement

Share

Related posts

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાની કારોબારીમાં વલસાડના હેમાક્ષીબેન દિલીપભાઈ દેસાઈની નિયુક્તિ.

ProudOfGujarat

સ્માર્ટ સિટી એવોર્ડ જાહેર : અમદાવાદ-વડોદરાને આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ, જાણો વિગત

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીની ટિફીન બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!