ઉતરાયણના દિવસે જીવદયાનું કામ કરીને અનેક પક્ષીઓને બચાવવા લોકો સેવા કાર્યો કરે છે ત્યારે નળસરોવરમાંથી ઉતરાયણ અને તેના બીજા દિવસે પક્ષીઓનો શિકાર કરતા એકને ૧ રાજહંસ સાથે ઝડપી લેવાયો હતો તેમજ વનવિભાગની ટીમે ૨૩ આડ પક્ષીઓને લઇ જતા શખ્સનો પીછો કરતા શિકારી બાઇક તેમજ પક્ષી મુકીને ફરાર થઇ ગયો હતો. જો કે ૨૩ પક્ષીમાંથી એકનું મોત નીપજ્યું હતું. .
નળસરોવર પક્ષી અભ્યારણ્યના આરઓફઓ ને પક્ષી બચાવો અભિયાન ચલાવતા નળકાંઠાના પક્ષી પ્રેમી દ્વારા બાતમી મળી કે કાયલાનો નાઇ કાસમ ગુલાબખાન જાળ નાખીને નળસરોવરમાં પક્ષીઓનો શિકાર કરે છે. આ બાતમીના આધારે વનવિભાગની ટીમે ઉતરાયણની વેહીલ વોચ ગોઠવી હતી. આ દરમિયાન સવારે છ વાગ્યે જાળ લેવા આવેલા કાસમને એક રાજહંસ પક્ષી સાથે રંગે હાથ ઝડપી લીધો હતો. તો સોમવારે સવારે વનવિભાગના પશ્ચિમઝોનના આરએફઓ હંસાબહેન , ચૈહાણભાઇ સહિતના સ્ટાફે રાણાગઢ બોર્ડરના વિસ્તારમાંથી બાઇક લઇને પસાર થતા રાણાગઢના રસૂલ નામના વ્યક્તિને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતું તે બાઇક અને પક્ષીઓ મુકીને ફરાર થઇ ગયો હતો. જાળમાં વિટાળેલા ૨૩ આડ પક્ષીઓ પૈકી એકનું મોત થયું હતુ જ્યારે ૨૨ પક્ષીઓ સહિત ૧ રાજહંસને બોડકદેવના વનવિભાગે વાઇલ્ડ લાઇફ સેન્ટમાં મોકલી આપ્યા હતા
Advertisement
(પીયૂષ ગજ્જર વિરમગામ)