માંગરોળ તાલુકાના ઝંખવાવના હનુમાનજી મંદિરે એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ યોજાય હતી. એકલ અભિયાન વનબંધુ પરિષદ દ્વારા ગામડે ગામડે ફરીને પાઠશિક્ષા પોતાના ગામમાં આપે છે. શિક્ષા, આરોગ્ય, વિકાસ અને ધર્મ જાગરણના સંસ્કારો આપવાનું કામ કરે છે. જે અંતિયાર આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં સાંજે દરરોજ નિ:શુલ્ક એક કલાક ભણાવવામાં આવે છે. નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિરે 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યાંથી તેઓને ગામડે ગામડે બાળકોમાં સંસ્કાર સિંચન કરી ધર્મ જાગરણનું કાર્ય કરે છે. આ સંઘના પ્રમુખ ચેતન ચૌધરી સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોનું સંચાલન કરવામાં આવે છે.
Advertisement