Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સ્થળપ્રદ મુલાકાત લીધી

Share

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી સહીત અન્ય સાધનોના છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા અકસ્માતોને પગલે ટીમ ભરૂચના સંલગ્ન અધિકારીઓ સાથે સ્થળપ્રદ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે નર્મદા મૈયા બ્રિજ પર બનેલ અકસ્માતના કારણો જાણવા સંબંધિત વિભાગના અધિકારી સાથે વિચારવિમર્શ કર્યા હતા તથા અકસ્માતના બનાવ ન બને તે માટે નિવારાત્મક પગલાં લેવા પર સુચના આપી હતી. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્પીડ લીમીટ દર્શવાતા સાઈન બોર્ડ પણ લગાવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત સરફેસ રફ કરવા અંગે પણ સંબંધિત અમલીકરણ અધિકારીને સ્થળ પર જ સૂચના આપી હતી.

આ વેળાએ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, ભરૂચ પ્રાંત અધિકારી યુ એન જાડેજા સહીત જી એસ આર ટી સી વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નવરાત્રિ મહોત્સવ ની આડે વરસાદની વિઘ્ન આવસે કે કેમ… ચાલતી લોકચર્ચા…

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા 296 નવ નિયુકત નિમણૂક પામનારા તાલીમાર્થીઓને કોવિડ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ડેડીયાપાડાની દેવનદીના પાણીમાંથી 8 દિવસ પછી 7 વર્ષીય માસુમ બાળાની લાશ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!