ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ તરફ જતા રસ્તા ઉપર રાહદારીઓના હાથમાંથી બાઈક પર આવી મોબાઇલ ખેંચી લઇ ફરાર થઈ જતી ટોળકી સક્રિય થયેલ છે. લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે અને છેલ્લા દિવસોમાં આવા છ થી સાત બનાવ બન્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
તેવા જ એક કિસ્સામાં ભોલાવની જીવનદીપ સોસાયટીમાં રહેતા જયેશભાઈ લક્ષ્મીદાસ સોલંકી તા.23/6/2023 ના રોજ રાત્રે 10:30 વાગ્યાના સુમારે અમીધરા સોસાયટીની સામે નંદેલાવ તરફ પગપાળા જતાં હોય અને મોબાઈલ ફોન પર વાત ચાલુ હોય તેમના હાથમાંથી મોબાઇલ આંચકી પલ્સર બાઈક પર આવેલા યુવાનો ભાગી છૂટ્યા હતા જે બાબતે જયેશભાઈ સોલંકી એ “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ભરૂચમાં દિન પ્રતિદિન ગુન્હાખોરીનું દુષણ વધતું રહ્યું છે ત્યારે ભરૂચની પ્રજા પોલીસ પાસે આવી ગુન્હાખોરીને અટકાવવાની અપેક્ષા રાખી રહી છે.