Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : તુલસીવાડી વિસ્તારના રોશન નગરમાં એક ઈસમ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Share

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા તુલસીવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એસ.ઓ.જી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તુલસીવાડીના રોશનનગરના બે મજલી મકાનમાં એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની અટકાયત થઈ હોવાનું જાણવા મળે છે જેની વધુ તપાસ માટે એસઓજી, એએફએસએલની મદદ પણ લીધી છે.

ઇન્ટરનેશન ડ્રગ્સ વિરોધી દિવસને ધ્યાનમાં રાખી વડોદરા SOG દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કારેલીબાગના રોશન નગર વિસ્તારમાં SOG એ દરોડો પાડયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે SOG એ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને બે વ્યક્તિની પૂછપરછ હાથ ધરી છે. સ્થાનિક કારેલીબાગ પોલીસ ઊંઘતી રહી અને SOG એ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. વડોદરા શહેર SOG દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે જેમાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.એમ.ડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કેટલા સમયથી ધંધો કરવામાં આવી રહ્યો તે અંગે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝગડિયા ની સિકા ઇન્ડિયા પ્રા.લી. દ્વારા ગેરકાયદેસર નિકાલ કરેલ પ્રદુષિત વેસ્ટ અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયો.થયેલ ફરિયાદના અનુસંધાને જી.પી.સી.બી એ કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ભરૂચ લોકસભા નો જંગ -બેઠક ના રાજકીય ગણિત માં લાભ ઉઠાવવા ઑવૈસી ની પાર્ટી AIMIM કરશે એન્ટ્રી

ProudOfGujarat

ઉમરપાડા પ્રકૃતિની ગોદમાં આવેલ દેવધાટ ખાતે પ્રાકૃતિક સંવાદ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!