વિશાલ મિસ્ત્રી રાજપીપળા
આદિવાસી એકતા પરિષદ 1992થી દેશના અલગ અલગ ખૂણામાં મહાસમેલનો યોજે જ છે.જેના ભાગરૂપે રાજપીપલાના જીતનગર ચોકડી પાસે 13,14,અને 15 જાન્યુઆરી એમ ત્રણ દિવસનું 25 મુ આદિવાસી સંસ્કુતિ મહાસંમેલન યોજાયું.જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,મિઝોરમ,છત્તીસગઢ,અસામ, ઓદિશા,લેહ-લદાખ, જમ્મુ-કાશ્મીર અને ઓસ્ટ્રેલિયા,ઇન્ડોનેશિયા,નેપાળ,ઇઝરાયલ,નોર્વે,ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતથી 2 લાખથી વધુની સંખ્યામાં આદિવાસીઓ અને બિન આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ખાસ કરીને નેપાળના વતની યુનોના વાઇસ પ્રેસિડન્ટ ફૂલમન ચૌધરી,રાષ્ટ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવા,આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી અશોક ચૌધરી, ગુજરાત કન્વીનર ડો શાંતિકર વસાવા,ડો.દયારામ વસાવા,નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા,ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા સહીત આગેવાનો પણ હાજર રહ્યા હતા.બાદ 15મી જાન્યુઆરીએ 2019ના સમેલનના આયોજન અને યુવા સંમેલન બાદ આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
રાજપીપળા ખાતેના સાંસ્કૃતિક એકતા મહાસમેલનમાં ત્રણ દિવસ દરમિયાન આદિવાસી પ્રદર્શની,આદિવાસી મહિલા પરિસંવાદ,આદિવાસી સાહિત્ય સંમેલન,સાંસ્કૃતિક કાર્યક્રમો,યુવા સંમેલનો,મહારેલી,આદિવાસી આગેવાનોનું ઉદબોધન,આદિવાસીઓને લગતા વિશેષ પ્રસ્તાવ સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા.વધુમાં 14મી જાન્યુઆરીએ રાજપીપલા નંદભીલ રાજાની મૂર્તિથી મહારેલી રાજપીપલાના જાહેરમાર્ગો પરથી નીકળેલી આદિવાસી સમાજની મહારેલી એ એક શક્તિ પ્રદર્શનરૂપે આકર્ષણ જમાવ્યું હતું.આદિવાસી સંસ્કુતિની ઓળખ સમા વાજિંત્રો,હથિયારો,ભીંત ચિત્રો,આદિવાસી રહેણી કહેણી,પોશાકને લગતા ઉભા કરાયેલા સ્ટોલો જોવા લોકો ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે યુનોના વાઇસ ચેરમેન ફૂલમન ચૌધરીએ જણાવ્યું હતું કે આ મહાસંમેલન દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર,અન્યાય,શોષણ સામે સમાજ જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યું છે.સમાજનો શિક્ષણ વર્ગ તેમજ સામાજિક કાર્યકરો પોતાની મર્યાદામાં રહી સહભાગી થઈ રહ્યા છે.