Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : માતર તાલુકા પ્રાથમિક શિક્ષણ મહિલા અધિકારી રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપાયા

Share

માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એક શિક્ષકના તૃતિય ઉચ્ચતર પગારની ફાઈલ અભિપ્રાય આપી જિલ્લાએ મોકલવાના બદલામાં રૂપિયા 5 હજારની લાંચ લેતા આજે નડિયાદ એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. નડિયાદમાં મીશન રોડ પરના સરકારી ક્વાર્ટરર્સની અંદર રહેતા અને મુળ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મેહરુ ગામના એવા કોમલબેન રમણભાઇ કોટડ માતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટીપીઓ તરીકે ફરજ બજાવે છે.

માતર તાલુકાની એક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે માતર ટીપીઓને અરજી કરી હતી. જોકે આ દસ્તાવેજી પુરાવા તેમજ અરજીમાં કવેરી આવતા શિક્ષકે ટીપીઓ કોમલબેનનો સંપર્ક સાંધ્યો હતો.

Advertisement

શિક્ષકને મળવાપાત્ર તૃતિય ઉચ્ચતર પગાર ધોરણના લાભ બાબતે સેવાપોથીની ક્વેરી સોલ્વ કરી આ તૃતિય ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ આગળની સંલગ્ન કચેરી ખાતે મંજુર થવા માટે મોકલી આપવા માટે કોમલબેને વ્યવહારની માંગણી કરી હતી. આ અધિકારીએ શિક્ષકને જણાવ્યું હતું કે રૂપિયા 5 હજાર આપો એટલે તમારી ફાઈલમાં લખીને સંબંધિત કચેરીમાં ફાઈલ રવાના કરી આપુ, જોકે શિક્ષકે કોમલબેનની માંગણીને પૂરી કરવા તૈયાર ન હતા જેથી તેમણે નડિયાદ ખાતે આવેલી એસીબી કચેરીનો સંપર્ક સાધ્યો અને સમગ્ર હકીકત જણાવી હતી.

આ બાદ આજે શુક્રવારે એસીબી કચેરીએ માતર TPO કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકામાં કોમલબેન રૂપિયા 5 હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે પકડાઈ ગયા હતા. નડિયાદ એસીબી કચેરીએ આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા મહેમદાવાદ સબ રજીસ્ટાર કચેરીમાં ફરજ બજાવતા મહિલા જીગીશાબેન રૂપિયા 5 હજારની લાંચ લેતા પકડાયા હતા. આમ માત્ર ત્રણ દિવસમાં આ બીજા મહિલા અધિકારી ACBના ચકરડામા આવતાં આ વાત ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.માતર તાલુકા શિક્ષણ અધિકારી આ અગાઉ પણ લાચ લેતા પકડાયા હતા. કોમલબેન વિરૂધ્ધ અગાઉ ખેડા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 06/2015 મા ગુનો નોંધાયો હતો.


Share

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરીષદનાં ૯૫ માં સ્થાપનાં દિવસ અંતર્ગત ભીંડાનાં પાક પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પાલેજ નગરનાં ઇમરજન્સી દર્દીઓને મફતમાં ઓક્સિજન સેવા મળી રહે માટે મફતમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.

ProudOfGujarat

ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીની ઉપસ્થિતિમાં મહિલા ખેડૂત સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!