Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદની રથયાત્રામાં ગુમ થયેલા 72 લોકોનું “સ્પેશિયલ-56” ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

Share

અમદાવાદમાં આ વખતે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ હતી. ત્યારે ભગવાનના દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ તેમજ વડીલો સહિત 72 દર્શનાર્થીઓ રથયાત્રાની ભારે ભીડમાં ગુમ થઈ ગયા હતાં. રથયાત્રા દરમિયાન બાળકો, મહિલાઓ તેમજ વડીલોને સહાયરૂપ થવા માટે બનાવાયેલી “સ્પેશિયલ-56” ટીમ દ્વારા આ વિખૂટા પડી ગયેલા 72 લોકોનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.

ભગવાન જગન્નાથજીની અમદાવાદ ખાતે યોજાયેલી રથયાત્રામાં નાના બાળકો, મહિલાઓ તથા વડીલોને ખાસ સહાયરૂપ થવા માટે જગન્નાથ મંદિર તથા સરસપુર ખાતે સી.આઇ.ડી ક્રાઇમના “મહિલા અને બાળ મિત્ર” ના અમદાવાદ શહેરના સક્રિય 56 સભ્યોની ફાળવણી કરી “સ્પેશ્યલ -56” ટીમ બનાવાઈ હતી. રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 12 બાળકો, 9 મહિલાઓ, 7 વડીલો તેમજ 12 પુરુષો ગુમ થઈ ગયા હતા.

તે ઉપરાંત સરસપુર શહેર કોટડા વિસ્તારમાંથી 18 બાળકો, 6 મહિલાઓ અને 8 પુરુષો ગુમ થયા હતાં. આ તમામ 72 ગુમ થયેલા નાગરિકોમાં 30 બાળકો, 15 મહિલાઓ અને 7 વડીલો હતા. ઉપરાંત પાંચ વર્ષના એક મૂક બાળકનો પણ તેમાં સમાવેશ થતો હતો.પરિવારથી વિખૂટા પડી ગયેલા આ તમામ 72 લોકોને “સ્પેશ્યલ -56” ટીમે પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે.

Advertisement

Share

Related posts

નર્મદા સુગર ધારીખેડાને 21 મો નેશનલ એવોર્ડ મળતા અમલેથા ગામે સુગર ચેરમેન સહિત ટીમનું સન્માન કરાયુ.

ProudOfGujarat

અંકલેશ્વરની ખાનગી કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

શું આપ જાણો છો કે નર્મદા ને જિવંત દેવી કહેવાય છે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!