Proud of Gujarat
FeaturedGujaratINDIA

બસ જીવ લેશે…ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો અકસ્માત ઝોન, એક જ દિવસમાં અકસ્માતની ત્રણ ઘટનાઓ બનતા લોકોના જીવ અધ્ધર થયા

Share

ભરૂચ અંક્લેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે ઉપર આજે સવારે એક પછી એક ત્રણ અકસ્માતની ઘટના બની હતી જેમાં ૭ વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા જયારે ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજ ઉપર સરકારી એસ.ટી બસને અવરજ્વર માટે પરવાનગી આપવામાં આવ્યા બાદ આ વિસ્તાર એક્સીડેન્ટ ઝોન તરીકે બદનામ બન્યો છે. લગભગ એક મહિનામાં અહીં ૫ થી વધુ અકસ્માતો નોંધાઈ ચુક્યા છે જે માટે એક તપાસ કમિટીની પણ રચના કરાઈ હતી પરંતુ હજુ અકસ્માત ઉપર નિયંત્ર મળી રહ્યા નથી. આજે સવારે અલગ અલગ ૩ અકસ્માતની ઘટાનો સામે આવી હતી જેમાં અકસ્માતનો ભોગ બનનાર વાહનોમાં 2 એસ.ટી બસનો પણ સમાવેશ થાય છે.

– અકસ્માતની ઘટનાઓ બાદ નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો માટે પ્રવેશબંધી લગાવાઈ હતી

Advertisement

જુના નેશનલ હાઇવે ઉપર નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ટ્રાફિકની સમસ્યા હળવી બનવાની રાહત અનુભવાઈ હતી જોકે આ રાહત વધુ એક સમસ્યા લાવી હતી. આ બ્રિજ અને તેની આસપાસના વિસ્તારમાં અકસ્માતની સંખ્યા વધી હતી. તંત્રએ ફરી અહીં ભારે વાહનો માટે પ્રવેશબંધી લાદી દીધી હતી. એસ.ટી બસને નિર્ણયના કારણે ખુબ નુકસાન સહન કરવું પડતું હતું. આખરે માત્ર એસ.ટી બસ માટે પરવાનગી આપવામાં આવતા ફરી અકસ્માત થઇ રહ્યા છે.

– અકસ્માતની ઘટનાઓનો ઘટનાક્રમ

સવારે 4 વાગ્યાના અરસામાં એક ઇકો કાર જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી કારે વાહનને ટક્કર મારી હતી. ઘટનામાં કારમાં સવાર લોકોનો બચાવ થયો હતો. અક્મસ્તની બીજી ઘટના અંકલેશ્વરની ભરૂચ તરફના માર્ગ ઉપર બની હતી જેમાં સ્થાનિક એસટી બસ સાથે એસટી તંત્રની વોલ્વો બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બાઇક સવાર 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્રીજી ઘટના ભૂત મામાની દેરી પાસે બની હતી અહીં સ્વીફ્ટ કાર, ઇકો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.


Share

Related posts

અમદાવાદ-બોપલ કસ્ટોડિયલ ડેથ: ગ્રામ્ય પોલીસે આરોપીના હાથ-પગના નખ ખેંચી વીજ કરંટ આપતા મોત થયાનો ઘટસ્ફોટ

ProudOfGujarat

ભરૂચ : ઉમેદવારી પત્રકો ભરવાના અંગેના અંતિમ દિવસ નજીક તેમ-તેમ રાજકીય ઉત્તેજનાઓ વધી.

ProudOfGujarat

વલસાડનાં હવામાનમાં પલટો ગત મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ : ખેડૂતોની ચિંતામાં વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!