પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી તા. 17-06-2023 થી શરૂ અંર્તગત પ્રથમ દિવસે ગામમાં યોગ વિશે જાગૃતિની રેલી કાઢવામાં આવી હતી. બીજા દિવસે શાળામાં શિક્ષક દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ યોગ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે તથા યોગના ફાયદા વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી અને છેલ્લા દીવસે યોગ વિષય પર શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. તેમજ આજરોજ સવારે શાળાના મેદાનમાં શાળાના શિક્ષક દિવ્યેશભાઈ દ્વારા શાળાના બાળકો, શિક્ષકો, ગામના વડીલો અને યુવાનોની હાજરીમાં વિવિધ આસનો કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Advertisement