Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા રોડ પર ખત્રીફાર્મ સામે પાછળ આવતા એક મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જાયો

Share

માતર-ખેડા રોડ પર રહેતા અજય ક્રિશ્ચિયન સોમવાર સાંજે છ વાગ્યાના અરસામાં સાયકલ લઇ મોતીપૂરા બાળકોને ટ્યુશન આપવા માટે ગયા હતા.ટ્યુશન કરી પરત  અજય સાયકલ પર પરત આવી રહ્યા હતા. તે દરમિયાન માતર-ખેડા રોડ પર આવેલા ખત્રીફાર્મ સામે  પાછળ આવતા એક મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સાયકલ સવાર અજય અને મોપેડ ચાલક હેમંત પટેલ ઉં.વ. ૪૯ શરીરે ઈજા પહોંચી હતી. બંને ઘવાયેલા વ્યક્તિઓને સારવાર અર્થે ખેડા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે મોપેડ ચાલકને વધુ ઇજા પહોંચી હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં મોપેડ ચાલક હેમંત રાવજીભાઇ પટેલનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.

Advertisement

Share

Related posts

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’નું યુએસ, યુકે અને કેનેડામાં રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ

ProudOfGujarat

વાલિયાના વટારીયા ખાતે આવેલ એસ.આર.રોટરી શ્રોફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે આજરોજ પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં આમઆદમી પાર્ટીનાં કાર્યાલયનો કોસંબા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!