આયુષ શર્મા,સલમાનખાન ફિલ્મ્સ ‘લવરાત્રી’ સાથે બૉલીવુડ માં પોતાની દમદાર શરૂઆત કરવા માટે તૈયાર છે.લવરાત્રી માં પોતાના કિરદાર માં પુરી રીતે ઢળવા માટે આયુષ વર્તમાન માં ગુજરાત ના પ્રવાસ પર ગયા હતા જેનાથી તે ત્યાંની સ્થાનીય સંસ્કૃતિ ને સમજી શકે.
“લવરાત્રી” ગુજરાત ની પૃષ્ઠભૂમિ પર આધારિત એક ફિલ્મ છે,જેમાં આયુષ ગુજરાતી છોકરા ની ભૂમિકા નિભાવી રહ્યા છે.આ એક પ્રેમ કથા છે જે ગુજરાત માં સામે આવે છે.
આયુષ શર્મા પોતાને ગુજરાતી કિરદાર માં ઢાળવા માટેની જોરશોર થી તૈયારી કરી રહ્યા છે અને પોતાની આજ તૈયારી ને ધ્યાનમાં લઈ ને અભિનેતા એ આ વર્ષે ગુજરાતી લોકો નો ખાસ અને મનગમતો તહેવાર ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિ ઉજવી જેમા આયુષે તલ ના લાડુ ખાઈ ને અને પોતાની આસપાસ ઉપસ્થિત લોકોને ખવડાવી ને આ તહેવાર ની ઉજવણી કરી.
ભવિષ્યના આ ઉભરતા સિતારો પોતાની ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને એક ગુજરાતી છોકરો બનવામાં કોઈ કસર બાકી નથી રાખી.
‘લવરાત્રી’ નું લેખન પ્રસિદ્ધ ગુજરાતી નાટ્યલેખક અને પટકથાલેખક નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે જે હાલ માં મુંબઇ શહેર ની બહાર રહે છે અને જેનું જન્મ સ્થળ ભાવનગર છે.
આ ફિલ્મ નું નિર્દેશન અભિરાજ મીનવાલા દ્વારા કરવામાં આવશે જે પોતાની પ્રથમ નિર્દેશિત ફિલ્મ બનાવી રહ્યા છે.
‘લવરાત્રી’ ને લઈને આયુષ શર્મા બૉલીવુડ માં પોતાના કદમ રાખવા માટે પુરી રીતે તૈયાર છે.આ ફિલ્મ માટે અભિનેત્રી કોણ હશે તેનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી.
‘લવરાત્રી’ ફિલ્મ માં આયુષ શર્મા મુખ્ય ભૂમિકા માં છે અને ફિલ્મ અભિરાજ મીનવાલા દ્વારા નિર્દેશિત છે.અને આ ફિલ્મ એ સલમાનખાન ફિલ્મ્સ ના બેનર હેઠળ અને સલમાનખાન દ્વારા નિર્મિત છે.