વિશ્વ યોગ દિનની ૯ મી શ્રુંખલાનો પ્રારંભ છોટાઉદેપુરના ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સવારે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન યોગ અભ્યાસ કરીને કરવામાં આવ્યો. છોટાઉદેપુર જીલ્લામાં સાંસદ ગીતાબેન ના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી કરવામાં આવી. આ નિમિતે ખુટાલીયા ગ્રાઉન્ડ પર જીલ્લાના સમાહર્તા સ્તુતિ ચારણ, ડીડીઓ ગંગાસિંહ, એસપી ધર્મેન્દ્ર શર્મા, પ્રા. વહીવટદાર સચિન કુમાર, પ્રોબેશ્નર અધિકારી જયેન્દ્ર રાઠોડ, ઉપેન્દ્રભાઈ રાઠવા, દિનેશ બીલ, શૈલેશભાઈ ચોધરી, દિનેશભાઈ ભીલ, યોગ કોચ સ્તુતિ વર્મા તથા મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.
ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આપણને વિશ્વ સમક્ષ આપણો હજારો વર્ષ જુનો પ્રાચીન વારસો દુનિયાના ૧૮૦ દેશો સમક્ષ મુકવાનો મોકો મળ્યો છે. અત્યારની ભાગદોડની લાઈફ સ્ટાઈલમાં રોજ થોડો સમય કાઢીને પણ આપણે યોગ કરવો જોઈએ. આપણા વેદ પુરાણોના સમયથી યોગનો ઉલ્લેખ થયેલો છે. આયુર્વેદને યોગ એક પ્રેરણા આપતુ શાસ્ત્ર ગણાવવામાં આવ્યું છે. યોગએ ભારતની પ્રાચીન પરંપરા ઉપરાંત વિશ્વને ભારત તરફથી મળેલી એક ભેટ છે. આપણા આરોગ્ય માટે યોગ ખુબ જરૂરી છે. યોગથી આપણ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીએ છીએ. આરોગ્યમય જીવન જીવવા માટે યોગ ખુબજ જરૂરી છે. આ વખતની યોગ દિનની થીમ વૈસુધવ કુટુમ્બકમ અને હર ઘર યોગ એવી છે. જેને આપણે સૌએ મળીને યોગ પ્રણાલીને આપનાવી જોઈએ.
આ તમામ મહાનુભાઓ એ પ્રથમ હરોળમાં નીચે સ્થાન ગ્રહણ કરી સૌની સાથે યોગ કોચના નિદર્શન પ્રમાણે યોગ કર્યા હતા. સૌને હળવો નાસ્તો અને પાણીની વ્યવસ્થા પણ ગોઠવાવમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની સાથે સાથે સુરતમાં યોગ દિન નિમિતે ૧.૨૫ લાખ લોકોએ એક સાથે એક સ્થળે યોગ કરી ગીનીઝ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતુ. સુરતના રાજ્ય વ્યાપી યોગ દિનની ઉજવણીમાં અધ્યક્ષ સ્થાને ભુપેન્દ્ર પટેલ, અને યુએનના હેડ ક્વાટર ખાતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપી હતી.