રાજપીપળા રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી.ભગવાન નગરચર્યા એ નીકળ્યા હતાં. ત્યારે
દોરડાથી રથ ખેંચી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
રથયાત્રા કાઢતા પહેલાં રાધાકૃષ્ણ મંદિરમાં ભક્તોએ આરતી પૂજા કરી હતી. ત્યારબાદ નિકળેલી રથયાત્રામાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, નર્મદા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઇ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, સિધેશ્વર સ્વામિ તથા અન્ય આગેવાનો તેમજ રથયાત્રા કમિટીનાં સભ્યો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનનો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી.
રથયાત્રા લાલ ટાવર પાસે પહોચતા મુસ્લિમ પૂર્વ નગરપાલિકા સદસ્ય મુંતઝિર શેખ, મુસ્લિમ અગ્રણીઓ અલતાબ બલુચી, હસીબ બલુચી મહમદખાન પઠાણ, બાબાખાન પઠાણ અનીશ બલુચી સહીતના બિરાદરોએ રથયાત્રાનું તથા દરેક મહાનુભવો અને પોલીસ અધિકારીઓનું પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રથયાત્રા આગળ વધતા રણછોડજી મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું. રથયાત્રા દરમ્યાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.