Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદમાં સાત ગામ રામી સમાજનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Share

નડીયાદના ડભાણ ચોકડી પાસે આવેલ શુભમ પાર્ટી પ્લોટમાં સાત ગામ રામી સમાજનો શૈક્ષણિક અને સાંસ્કૃતિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રંગોળી, ચિત્ર સ્પર્ધા, ક્રિકેટ, લીંબુ ચમચી, કોથળા દોડ, કપલ દોડ વિગેરે સ્પર્ધાઓ તથા રાસ ગરબા, ડાન્સ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકો, ભાઇઓ, બહેનોએ ભાગ લીધો હતો.

સમાજના દાતા પથિકભાઇ રામી(અમદાવાદ) દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને તથા વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા તેમજ સલુણના કનુભાઇ રામી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. ભોજન દાતા વિજયભાઇ રામી (ઉત્તરસંડા), પાર્ટી પ્લોટના દાતા પરેશભાઇ રામી, વિનુભાઇ રામી, હરીશભાઇ રામી સહિત સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ ભાવેશભાઇ રામી, તપન રામી, આકાશ રામી, વિજય રામી (અમદાવાદ) જયદીપ રામી એ ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કર્યું.

ProudOfGujarat

ગોધરા શહેરમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ગૌવંશને ઇનોવા કારમાં ઊઠાવી જવાનો પશુચોરો નો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

વડતાલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના વરદ હસ્તે વડતાલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!