ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં અનેક શ્રધ્ધાળુઓ ઉમટયા હતા.
આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજયમાં ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પણ રથયાત્રા નિકળી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉડીસા સમાજના આગેવાનો સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાએ નગરચર્યા કરી હતી. આ રથયાત્રા આશ્રય સોસાયટીથી નીકળી નંદેલાવ શ્રવણ ચોકડી શક્તિનાથ થઈ પરત આશ્રય મંદિર ખાતે સમાપન થઈ હતી. આ યાત્રા અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી
Advertisement