માંગરોળ તાલુકાના પાતલદેવી ગામના ઈસમને ચોરીના મોબાઈલ સાથે એલ.સી.બી ની ટીમે ઝડપી પાડ્યો હતો. થોડા દિવસ અગાઉ વાલીયા તાલુકાના રૂંધા ગામના જયદીપભાઇ સુરેશભાઈ ચૌધરી માંગરોળ તાલુકાના નાની ફળી ગામે પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં પોતાની ઇકો કાર લઈને આવ્યા હતા આ સમયે ઇકો કારમાંથી રેડમી કંપનીનો મોબાઈલની ચોરી થઈ હતી જે અંગે તેમણે ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં રૂપિયા 7000 ના મોબાઈલ ફોનની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ઉપરોક્ત ગુનાની તપાસ એલ.સી.બી ને આપવામાં આવતા પી.આઈ બી.ડી શાહના માર્ગદર્શન હેઠળ પી.આઈ એલ જી રાઠોડ, એમ આર સકોરિયા, આઈ એ સિસોદિયા, અરવિંદભાઈ બુધિયાભાઈ રાજદીપભાઈ મનસુખભાઈ, કાર્તિક ગીરી ચેતનગીરી, વગેરેની ટીમે ઝંખવાવ ખાતે થી ચોરી નો મોબાઇલ ઉપયોગ કરી રહેલ પાતલ દેવી ગામના જીગરભાઈ કનુભાઈ ચૌધરીની ધરપકડ કરી ચોરીનો મોબાઇલ કબજે લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
માંગરોળનાં પાતાલ દેવી ગામના ઈસમને ચોરીનાં મોબાઇલ સાથે એલ.સી.બી ની ટીમે ઝડપી પાડયો
Advertisement