Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોગ શિબિર યોજાઈ

Share

આગામી તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજી બાગ કેમ્પ ઓફિસની બાજુમાં આવેલ મેદાનમાં આજે સવારે 7 વાગ્યાથી યોગ પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે પાલિકાના અધિકારી અને કર્મચારીઓ માટે યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનરઓ ઉચ્ચ અધિકારીઓ તેમજ વર્ગ એક અને બે ના 250 જેટલા અધિકારીઓ તેમજ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે એક કલાક સુધી યોગ કરવામાં આવ્યા હતા.

બે દિવસ અગાઉ “ઈન્ટરનેશનલ યોગ ડે” નિમિત્તે પ્રિ-ઈવેન્ટ અંતર્ગત પાલિકાના અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ અને અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર્સ ખાતે પણ કર્મચારીઓ, દર્દીઓને “હર ઘર–આંગન યોગ” ની માહિતી આપી યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. યોગ પ્રત્યે લોક જાગૃતિ આવે તે માટે શનિવારે કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ યોગ રેલી પણ યોજી હતી.

Advertisement

Share

Related posts

સુરતનાં વરાછામાં ઘરની ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ, દીકરીને જોઈ માતા પણ બેભાન થઈ

ProudOfGujarat

મૂળનિવાસી સંઘ દ્વારા તથા સમસ્ત મૂળ નિવાસી બહુજન દ્વારા ભીમા કોરેગાંવ હિંસા અને અમાનવીય અત્યાચાર તેમજ અન્યાય સામે પ્રતીક ધરણા યોજાયા હતા

ProudOfGujarat

નડિયાદ : મુસાફરો માટે ઉપયોગી મેમુ અને પેસેન્જર ટ્રેનો પુનઃ શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!