Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના કરાઠા ગામે દબાણ કરેલ રસ્તો ખુલ્લો કરવામાં અડચણ કરી હુમલો અને મારામારી પ્રકરણમાં ત્રણ આરોપીઓને એક વર્ષ કેદની સજા

Share

નાંદોદ તાલુકાના કરાઠા ગામે દબાણ કરેલ રસ્તોખુલ્લો કરવામાંસરપંચ ની કામગીરીમા અડચણ કરી હુમલો અને મારામારી પ્રકરણમા ત્રણ આરોપીઓત્રણ આરોપીઃ- (૧) કેસુરભાઈ ધુળાભાઈ રોહિત, ઉ.આ.વ.૫૦ (૨) લલ્લુભાઈ ધુળાભાઈ રોહિત, ઉ.આ.વ.૬૫, (૩) નંદુબેન કેસુરભાઈ રોહિત, ઉ.આ.વ.૪૭, તમામ રહે.કરાઠા ધોડી ફળીયુ, તા.નાંદોદ જી.નર્મદાને નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ જજે ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ વંદનાબેન આઈ. ભટ્ટની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી તમામ આરોપીનેએક વર્ષ કેદની સજા અને રૂ.૧૦૦૦/– નો દંડની સજા ફટકારી છે.તથા આરોપી નં.૨ લલ્લુભાઈ ધુળાભાઈ રોહિતને જી.પી.એકટ ૧૩૫ મુજબ વધુ (છ) માસની કેદનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

કેસમાં હકીકત મુજબ આ કામના આ કામના આરોપીઓ તા.૧૪|૬|૨૦૧૭ નારોજ કરાઠા ગામે આ કામના ફરીયાદીના કાળીયાાની સીમમાં આવેલ ખેતરોમાં જવા આવવા માટેનો રસ્તો આ કામના આરોપીના ઘર પાસેથી જતો હોય તે રસ્તો દબાણ કરી બંધ કરી દેતા ફરીયાદીએ ગ્રામસભામાં તેમજ કલેકટર નર્મદાને રજુઆત કરતા જે આધારે ગામના તલાટી તથા સરપંચો રસ્તો ખુલ્લો કરાવતા હતા. ત્યારે આરોપીઓ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઝપાઝપી કરી આરોપી નં.૧ ધારીયુ લઈ આવી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી નં.૨એ લાકડી વડે ફરીયાદી તથા સાહેદને માર મારી તથા આરોપી નં.૩ એ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઢીકકા પાટુ નો માર મારી એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ. આ કેસ નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એન.એસ.સીદીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ વંદનાબેન આઈ. ભટ્ટે ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૨૩,૧૧૪ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી તમામ આરોપીઓને ૧(એક) વર્ષ કેદની સજા અને રૂ.૧૦૦૦/- નો દંડની સજા તથા આરોપી નં.૨ લલ્લુભાઈ ધુળાભાઈ રોહિતને જી.પી.એકટ ૧૩૫ મુજબ વધુ (છ) માસની કેદનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

Advertisement

Share

Related posts

બોલેરો ગાડી ઉપર Govt Of Gujarat લખી દારુની હેરાફેરી કરનારા બુટલેગરોને મોરવા હડફ પોલીસે પકડ્યા

ProudOfGujarat

ભરૂચના સોનેરી મહેલ ઢોળાવ ની ગેબીયન વોલ પરથી 7X કોરીડોરની એન્ટ્રી પર જીલ્લા કલેક્ટરનો મનાઈ હુકમ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ

ProudOfGujarat

મોડાસાનાં પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે શરદપૂર્ણિમાની ઉજવણી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!