સયુંકત મોરચાનું સંમેલન બણભા ડુંગરે યોજાયું. ઉંમરપાડા, માંગરોળ, તરસાડીના પદાધિકારી ઓ હાજર રહ્યા. તમામ મોરચાના પદાધિકારી, દિલીપસિંહ રાઠોડ, હર્ષદ ચૌધરી, જી.પં.ના દંડક દિનેશ સુરતી, તા.પં.ના પ્રમુખ ચંદન બેન ગામીત, ઉપપ્રમુખ તૃપ્તિ બેન મૈસુરિયા, ઉંમરપાડા તાલુકાના પ્રમુખ શારદા બેન, મુકુંદ પટેલ, તા.પં.ના સભ્યો તથા તરસાડી નગર તેમજ સંગઠનના તમામ હોદેદારો હાજર રહ્યા હતા. તેમાં કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી સરકારના નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થતાં સુશાસન અને ગરીબ કલ્યાણના વર્ષ તરીકે ઉજવાય રહ્યા છે તેની ચર્ચા કરવામાં આવી હતી અને દરેક મોરચાના સભ્યો કાર્યકરો એ દરેક ગામના બુથમાં જઈ કલ્યાણકારી યોજનાઓની સમજ આપવા જણાવ્યું હતું. તમામ મોરચાના હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Advertisement