નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧ મી જૂન ૨૦૨૩ના રોજ તાલુકા, જિલ્લા, નગર પાલિકા સહિત વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને પોલીસ વિભાગ, યોગબોર્ડ, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજો દ્વારા જિલ્લાના નાગરિકો-વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપવા સાથે ગામડાઓમાં રેલી, આરોગ્ય વિભાગ દ્વારા સી.એચ.સી/પી.એચ.સી સેન્ટરો પર ઓ.પી.ડીના સમયે યોગનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.
વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો ઉમળકાભેર ભાગ લઈને સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ભાગીદારી નોંધાવે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો ઠેર ઠેર થઈ રહ્યા છે. આજે રવિવારે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સવારે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી બાઈક રેલીનું પ્રસ્થાન કરી યોગનો પ્રચાર પસાર કરવા અર્થે રાજપીપલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી. બાઈક રેલીમાં પોલીસના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રાજપીપલામાં બાઈક રેલી યોજાઈ
Advertisement