Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૫૬૩ મી.મી વરસાદ નોંધાયો

Share

બિપરજોય વાવઝોડાને લઈ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાની અસર દેખાઈ રહી છે ત્યારે ખેડા જિલ્લામાં તા.૧૬ જુન ૨૦૨૩ ની સાંજથી તા. ૧૭ જુન ૨૦૨૩ સવાર સુધી કુલ ૧૮૭ મિ. મી. વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના માતર ખાતે કુલ ૩૭ મિ.મી. અને સૌથી ઓછો વરસાદ ગળેતશ્વતરમાં ૦૨ મિ.મી. નોંધાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ તાલુકામાં અનુક્રમે માતર ખાતે કુલ 3૭ મિ.મી, મહેમદાવાદ તાલુકામાં ૨૭ મિ.મી, મહુધામાં ૨૫ અને ખેડામાં ૨૫ મિ.મી., કઠલાલમાં ૨૪ મિ.મી, નડિયાદમાં ૧૯ મિ.મી, કપડવંજમાં ૧૭ મિ.મી., વસોમાં ૦૮ મિ.મી., ઠાસરામાં ૦૩ મિ.મી. અને ગળતેશ્વરમાં ૦૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૫૬૩ મિ.મી. વરસાદ નોંધાયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય.

ProudOfGujarat

બંગાળમાં ભાજપે મમતા વિરુદ્ધ ‘નબાન’ અભિયાન શરૂ કર્યું, નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ.

ProudOfGujarat

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!