Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં આવેલ આદર્શ શોપિંગ પાસે થી એક યુવાન નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ પાંચબત્તી ખાતે ના આદર્શ શોપિંગ સેન્ટર પાસે થી એક સ્થાનિક યુવાન ઇજાગ્રસ્ત હાલત માં મળી આવતા ચકચાર મચ્યો હતો……..
બનાવ અંગે ની જાણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક માં થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા મૃતક યુવાન નજીક માં આવેલ ભીડ ભંજન પાસે ની ખ્રિસ્તી ચાલ માં રહેતો હશુ ભાઈ પરમાર નામ નો હોવાની પ્રાથમિક માહિતી મળી આવી હતી……..
અત્રે ઉલ્લેખનીય છે કે લોક ચર્ચા મુજબ યુવાન ગત રોજ સવાર નો ઘરે થી નીકળ્યો હતો અને આજ રોજ સવારે શોપિંગ સેન્ટર પાસે થી શરીર ના કેટલાક ભાગો ઉપર નાની મોટી ઇજા પામેલ હાલત માં મળી આવતા હત્યા કે આકસ્મિત મોત મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઘટના અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી

Share

Related posts

શહેરા પંથકમા ‘ કમાઉ દિકરો’ ગણાતા મહુડાના વૃક્ષો ઉપર લાગતા ફુલો બન્યા આજીવિકાનુ સાધન

ProudOfGujarat

ભરૂચ : જુના તવરા ગામે વરસાદમાં ૨૦ થી વધુ મકાનોનાં પતરા ઉડતા ભારે નુકસાન

ProudOfGujarat

x કે X, સાચું શું..? ધોરણ-5 અને 8નાં પાઠ્યપુસ્તકોમાં સામે આવ્યાં છબરડા.

ProudOfGujarat
error: Content is protected !!