ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા વિવિધ પોલીસ મથકના કર્મીઓને સૂચનાઓ અને માર્ગદર્શન આપી ગુનેગારી તત્વોને જેલ ભેગા કરવા સાથે લાલઆંખ બતાડી છે, તેવામાં ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ મલેકવાડ ખાતેથી જુગારધામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમીના આધારે મોહમ્મદ ઉમરાન મલેકના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા, દરમ્યાન મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો હતો, જે બાદ પોલીસે પત્તા-પાના વડે જુગાર રમતા ત્રણ ઈસમોને 90 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના દરોડામાં (1) મોહમ્મદ ઇમરાન મલેક રહે. મલેકવાડ સોનેરી મહેલ ભરૂચ (2) સૂરજ ઉર્ફે ભૂરો વાડેકર રહે. સાબુગઢ એપાર્ટમેન્ટ ભરૂચ તેમજ (3) અમિતભાઈ હેમંતભાઈ શાહ રહે, લલ્લુભાઇ ચકલા ભરૂચ નાઓને ઝડપી પાડી મોબાઈલ ફોન સહિત દાવ પરની રોકડા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.